<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

અમદાવાદમાં મેઘરાજાની સટાસટીથી જનજીવન અસ્‍તવ્‍યસ્‍તઃ ઠેર-ઠેર પાણી ભરાયાઃ પરિમલ અંડર પાસમાં બસ ફસાઇઃ મુસાફરોનું રેસ્‍કયુ

મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અનેક જગ્‍યાએ વૃક્ષો ધરાશાયીઃ નહેરૂનગરમાં છત તૂટીઃ જાનહાની ટળીઃ

અમદાવાદઃ મેઘરાજા લાંબા વિરામ બાદ અમદાવાદ પર હેત વરસાવી રહ્યા છે.. શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામેલો છે... મોડીરાત્રે શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી ચાલ્યો હતો અને શહેરમાં ચારે તરફ પાણી ભરાઇ ગયા હતા.

અમદાવાદમાં રાતભર મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.. જેને પરિણામે શહેરના અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા

 

શહેરના નરોડા વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાયા હતા.. જેને કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોડ-રસ્તા પર પાણી ભરાયા હતા જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

પરિમલ અંડરપાસમાં પાણી ભરાવવાને લઇને બસ ફસાઇ ગઇ હતી.. બસ ફસાતા તેમાં બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.. તમામ મુસાફરોનું સહી સલામત રેસ્કયૂ કરાયું હતું

શહેરના મેઘાણીનગર, રામદેવ નગર અને જજીસ બંગ્લો સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. બીજી તરફ નેહરુ નગર વિસ્તારમાં ભારે વરસાદથી જર્જરિત એપાર્ટમેન્ટની છત ધરાશાયી થઇ હતી, જો કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

(1:45 PM IST)