<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ગુજરાતભરમાં ચિક્કાર વરસાદઃ બપોરે ર વાગ્‍યા સુધીમાં રર૪ તાલુકામાં મેઘમહેરઃ બોરસદમાં ૮ ઇંચ

અમદાવાદઃ આજે સમગ્ર રાજ્યમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. ગુજરાત ભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌથી વધુ અસર મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 224 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બોરસદમાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.

બોરસદમાં 8 ઈંચ વરસાદ, જ્યારે 8 તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ, 22 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 60 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્યથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

(3:48 PM IST)