<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ભારે વરસાદના કારણે સરકારનો મોટો નિર્ણય : આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર

ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

ગાંધીનગર : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. અમદાવાદમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં આવતી કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે. જેને લઈ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં સતત ચોથે દિવસે પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ગઇકાલે દિવસભર વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ બાદ રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. મોડીરાત્રે શરૂ થયેલો વરસાદ સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. જેને પગલે શહેરના તમામ વિસ્તારો પાણી-પાણી થઇ ગયા. આવા અવિરત વરસાદના કારણે પરિમલ વિસ્તારનાં અન્ડરપાસમાં પાણી ભરાતા ખાનગી ટ્રાવેલરની બસ ફસાણી છે. અમદાવાદથી સુરત જતો નેશનલ હાઈવે પણ પાણીથી ભરપુર થતા વ્યવહારમાં અડચણ સર્જાઈ છે.

   અમદાવાદમાં સતત ચોથા દિવસે પણ વરસાદ ચાલુ, હવામાન વિભાગ દ્વારા શહેરવાસીઓને જરૂરી સુચના આપવામાં આવી છે. હવામાન વિભાગ સુચના આપે છે કે જરૂર સિવાય કોઈને પણ ઘરની બહાર નીકળવું નહી, ખુબ જ અગત્યનું કામ હોય તો જ ઘરથી બહાર નીકળવું.

વડોદરામાં પણ ભારે વરસાદને પગલે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા જીલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર જીલ્લામાં તથા વડોદરા શહેરમાં પડેલ વરસાદને પગલે આવતીકાલે તા. 27.8.2024 ને મંગળવારનાં રોજ જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટે,, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે

(6:40 PM IST)