News of Monday, 26th August 2024
રાત્રે 10 વાગ્યા સુધી અમદાવાદ સહિત 14 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર : ભારે વરસાદની આગાહી 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની શકયતા

અમદાવાદ : સોમવારે સાંજે 7થી રાતના 10 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે. જેમાં સમગ્ર રાજ્યના વરસાદની આગાહી છે. જ્યાં 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યારે 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે.
રાજ્યમાં બે દિવસથી તોફાની વરસાદ પડી રહ્યો છે. આજે રાજ્યમાં ભારે વરસાદને પગલે સ્થિતિ વણસી છે. મોટા શહેરો સહિત અનેક ગામડાઓ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં હાલ ડિપ્રેશનનું નિર્માણ થયું છે જેના કારણે ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
દરમિયાન આજની હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આજે સોમવારે સાંજે 7થી રાતના 10 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે. જેમાં સમગ્ર રાજ્યના વરસાદની આગાહી છે. જ્યાં 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યારે 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે.
સાથે જ જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ત્યાં મધ્યમ ગાજવીજ સાથે 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ સાથે જ અહીં ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યના 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, ત્યાં હળવી ગાજવીજ સાથે 40 કિલોમીટરથી ઓછી પવનની ગતિ રહેવાની સંભાવના છે. સાથે જ મધ્યમ વરસાદ પડી શકે છે.
નોંધનીય છે કે, રાજ્યમાં 12 કલાકમાં 237 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વડોદરાના પાદરામાં ધોધમાર 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડોદરા શહેર, બોરસદમાં 10.5 ઇંચ વરસાદ પડ્યો છે.
ઉપરાંત નડીયાદમાં 9.5 ઇંચ, મોડવા હડફમાં 9 ઇંચ, આણંદ અને ખંભાતમાં 9 ઇંચ, તારાપુરમાં 8 ઇંચ, વસોમાં 7.5 ઇંચ, ટંકારામાં 7.5 ઇંચ, નખત્રાણામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
