News of Monday, 26th August 2024
ભારે વરસાદની આગાહી :રાજકોટ અને અમદાવાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કંટ્રોલ રૂમનાં નંબર જાહેર કરાયા
રાજકોટ જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇપણ આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો કંટ્રોલ રૂમ નંબર પર સંપર્ક કરવો

⚠️EMERGENCY CONTACT NO🌧️☎️
— Collector Rajkot (@CollectorRjt) August 26, 2024
હવામાન વિભાગની આગાહી અન્વયે હાલ રાજકોટ જિલ્લામાં ભારે થી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલ હોય આથી રાજકોટના બધા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇપણ આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો નીચે દર્શાવેલ કંટ્રોલ રૂમ નંબર પર સંપર્ક કરવા વિનંતિ છે. pic.twitter.com/JLevsr38vT
અમદાવાદ :રાજ્યમાં પડેલ ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. રાજકોટ તેમજ અમદાવાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કંટ્રોલ રૂમનાં નંબર જાહેર કરવામાં આવ્યા છે
તા. ૨૬ ઓગસ્ટનાં રોજ ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અંતર્ગત વિવિધ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે ટેલિફોન નંબર જાહેર કરાયા છે. જે મુજબ કલેકટર કચેરીના ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને ૦૨૮૧-૨૪૭૧૫૭૩ પોલીસ કંટ્રોલ રૂમને ૧૦૦, આર.એમ.સી. (રાજકોટ મહાનગરપાલિકા) ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમને ૦૨૮૧-૨૨૨૭૨૨૨/૧૦૧, પી.જી.વી.સી.એલ. હેલ્પલાઇન નંબર ૧૯૧૨૨ પર સંપર્ક કરી શકાશે.
આ ઉપરાંત, તાલુકા પ્રમાણે જોઈએ તો પડધરી તાલુકા માટે ૦૨૮૨૦-૨૩૩૦૫૯, લોધીકા તાલુકા માટે ૦૨૮૨૭-૨૪૪૨૨૧, કોટડાસાંગાણી તાલુકા માટે ૦૨૮૨૭-૨૭૬૨૨૧, જસદણ તાલુકા માટે ૦૨૮૨૧-૨૨૦૦૩૨, ગોંડલ ગ્રામ્ય/શહેર માટે ૦૨૮૨૫-૨૨૦૦૯૩, જામકંડોરણા તાલુકા માટે ૦૨૮૨૪-૨૭૧૩૨૧, ઉપલેટા તાલુકા માટે ૦૨૮૨૬-૨૨૧૪૫૮, ધોરાજી તાલુકા માટે ૦૨૮૨૪-૨૨૧૮૮૭, જેતપુર ગ્રામ્ય/શહેર માટે ०૨૮૨૩-૨૨૦૦૦૧ અને વિંછીયા તાલુકા માટે ૦૨૮૨૧-૨૭૩૪૩૨ - આ ટેલિફોન નંબર પર જરૂર પડ્યે સંપર્ક કરી શકાશે.
અમદાવાદ જીલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા તાલુકા વાઈઝ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા નંબર જાહેર કરવામાં આવ્યા છે.

(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
