News of Monday, 26th August 2024
અમદાવાદથી જોધપુર વંદે ભારત ટ્રેનને અકસ્માત સર્જવા ષડ્યંત્ર : ટ્રેક પરથી સિમેન્ટનો મોટો બ્લોક મળ્યો
ટ્રેક પરના સીમેન્ટના બ્લોક સાથે ટ્રેન ટકરાઈ:સદનસીબે મોટી જાનહાની ટળી:રેલવે અધિકારીએ આ ઘટનાને લઈ અજ્ઞાત વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો

અમદાવાદ : ભારતીય રેલવેની ટ્રેનો દુર્ઘટનાગ્રસ્ત થાય તે સતત ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. હવે આવી જ એક એક ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી છે.
વંદે ભારત ટ્રેન પાટા પરથી ખરી પડે તે માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હકીકતમાં 23 ઓગસ્ટની રાત્રે કોઈએ રેલવે ટ્રેક પર સીમેન્ટનો વિશાળ બ્લોક પાટા પર રાખી દીધો હતો. સીમેન્ટનો આ વિશાળ બ્લોક એવા સમયે ટ્રેક પર મુકવામાં આવેલો કે જ્યારે અહીંથી 8:30 વાગે અમદાવાદથી જોધપુર વંદે ભારત ટ્રેન પસાર થવાની હતી.
ટ્રેક પરના સીમેન્ટના બ્લોક સાથે તે ટકરાઈ પણ હતી. પણ સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ હતી. આ ટ્રેનમાં અમદાવાદથી આશરે 375 યાત્રી મુસાફરી કરી હ્યા હતા. આ ઘટના સર્જાઈ તેના થોડા સમય માટે ટ્રેન અહીં રોકવામાં આવી હતી. વંદે ભારત ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડ દ્વારા એન્જીન તથા ટ્રેનની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે આગળ રવાના થઈ હતી. રેલવે અધિકારીએ આ ઘટનાને લઈ અજ્ઞાત વ્યક્તિ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સુમેરપુર પોલીસ સ્ટેશનના એસએચઓ ભરત સિંહ રાવતે કહ્યું કે સિનિયર સેક્શન એન્જિનિયર ફાલના પવન કુમારે 24 ઓગસ્ટે રિપોર્ટ આપ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે 23 ઓગસ્ટના રોજ, જવાઈ બંધ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે માહિતી આપી હતી કે એક અજાણ્યા વ્યક્તિએ જવાઈ બંધ-બિરોલિયા સ્ટ્રેચ (OHI મોસ્ટ 513/10-8) પર સિમેન્ટનો બ્લોક મૂક્યો છે. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી વંદે ભારત ટ્રેન (12462)નું એન્જિન રેલ ગાર્ડ સાથે અથડાયું હતું. માહિતી બાદ જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો ત્યાં સિમેન્ટનો એક બ્લોક પડ્યો જોવા મળ્યો
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
