News of Tuesday, 27th August 2024
ભારે વરસાદના કારણે નર્મદામાં ઠેર ઠેર સમસ્યા:મોવીથી રાજપીપળા માર્ગ ઉપર ભેખડ તૂટી પડતાં વાહન ચાલકો અટવાયા
--- જુનારાજથી કરજણ ડેમ આવતો રસ્તો પાણીમાં ગરકાવ થતા અવર જવર બંધ: વરસાદના કારણે રાજપીપળાના મુખ્ય માર્ગ પર અનેક જગ્યાએ ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:છેલ્લા ત્રણ દિવસથી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકે છે જેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે અને ઠેર ઠેર સમસ્યા જોવા મળી છે
ભારે વરસાદના કારણે ગત રાત્રે મોવી થીનરાજપીપળા માર્ગ ઉપર અચાનક ભેખડ તુટી પડયા ભેખડ ના મોટા પથ્થરો માર્ગ ઉપર ધસી આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો ત્યારે ત્યાં પહોંચેલા વાહન ચાલકો એ ઉતરીને પથ્થરો હટાવવા કામગીરી કરી હતી.
જ્યારે નાંદોદ તાલુકાના જુનારાજથી કરજણ ડેમ આવતા રસ્તા પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો હતો. રાજપીપળા શહેરના મુખ્ય માર્ગ ઉપર સતત વરસાદ ના કારણે ડામર ધોવાઈ જતા અને ભૂગર્ભ ગટર માટે ખોદાયેલા ખાડાનું યોગ્ય પુરાણ નહિ કરાતા મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
