News of Tuesday, 27th August 2024
સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં મેઘરાજાની જમાવટ
તલોદમાં અઢી ઈંચ.પ્રાંતિજમાં પોણા બે ઈંચ અને હિંમતનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો

સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં ભારે વરસાદ વરસ્યો છે. તલોદ, પ્રાંતિજ તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તલોદના વક્તાપુર, ઉજેડીયા, મહિયલ, વાવડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે.
પ્રાંતિજના વદરાડ, પલ્લાચર, બાકલપુર, બાલીસણા, પિલુદ્રા અને સવાલમાં વરસાદ પડ્યો છે. તલોદમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. પ્રાંતિજમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે હિંમતનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
