<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

ગુજરાતમાં સતત પાંચમા દિવસે પણ ધોધમાર વરસાદ: સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી 246 તાલુકામાં વરસાદ: મોરવા હડફમાં સૌથી વધારે સવા તેર ઈંચ

ગુજરાતમાં સતત પાંચમા દિવસે પણ ધોધમાર વરસાદ, કુલ 246 તાલુકાઓમાં અતિશય વરસાદ જુઓ કયા તાલુકામાં કેટલા વરસાદઆજે પણ ગુજરાતના કેટલાક તાલુકામાં સતત પાંચમા પણ દિવસે પણ વરસાદનું કહેર જોવા મળ્યું. રાજ્યના 246 તાલુકામાં અતિ ભારે વરસાદ.  સતત પાંચમા દિવસે પણ સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી આ 246 તાલુકાઓમાં રહેશે અતિ ભારે વરસાદ. જ્યારે રાજ્યના અમુક તાલુકાઓમાં વરસાદ 10 ઈંચને પણ પાર પહોંચ્યો.  રાજ્યના કયા તાલુકામાં કેટલો વરસાદ?

રાજ્યના મોટા ભાગમાં અતિશય વરસાદ છે. જેમાં સૌથી વધુ મોરવા હડફમાં સવા 13 ઈંચ વરસાદ, પાદરામાં 12.5 ઈંચ, બોરસદમાં 11.5 ઈંચ વરસાદ, વડોદરામાં સવા 12 ઈંચ, ગોધરામાં પોણા 12 ઈંચ વરસાદ,નડિયાદમાં 11.5 ઈંચ, ખંભાતમાં 11 ઈંચ વરસાદ, આણંદમાં 10.5 ઈંચ, તારાપુરમાં 10 ઈંચ વરસાદ, ટંકારામાં 9.5 ઈંચ, નખત્રાણામાં 9.5 ઈંચ વરસાદ, માંડવીમાં 9 ઈંચ, વાસોમાં 9 ઈંચ વરસાદ, સોજીત્રામાં 8 ઈંચ, શહેરામાં 8 ઈંચ વરસાદ, મોરબીમાં 8 ઈંચ, ગળતેશ્વરમાં 8 ઈંચ વરસાદ, પેટલાદમાં 7.5 ઈંચ, હાલોલમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.  વાહન વ્યવહાર ઠબ પડ્યો

 

રાજ્યમાં અતિશય વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું છે.  રસ્તાઓ બ્લોક થવાથી લોકોને કામ વ્યવસાય પર જવામાં મુશ્કેલી પડી રહી છે. રાજ્યની મોટા ભાગની શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.  રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ પડ્યો છે.

(11:52 AM IST)