<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

માર્ગ અને વાહન વ્યવહાર નિગમના આશ્રિતો માટે મહત્વના સમાચાર: આશ્રિતોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ રદ

બહાર ગામ થી જે લોકો આવી ગયા હશે તેમને નિમણૂક પત્ર કાર્યક્રમ વગર જ સોંપી દેવાશે: મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

ગાંધીનગર: માર્ગ અને વાહન વ્યવહાર નિગમના આશ્રિતોને નિમણૂક પત્ર એનાયત શહેરના ટાઉન હોલ ખાતે આજે 3 વાગ્યે કાર્યક્રમ આયોજિત કરાયો હતો.બહાર ગામ થી જે લોકો ગાંધીનગર આવી ગયા હશે તે લોકો નિમણૂક પત્ર કાર્યક્રમ વગર જ સોંપી દેવાશે.બહાર ગામ થી જે લોકો આવી નથી તે લોકો ને ન આવવા માટે અપીલ કરાય છે. વરસાદમાં હેરાન ન થાય એટલા માટે નિર્ણય લેવાયો છે. જેમને નિમણૂક પત્ર આપવાના બાકી રહેશે તેઓને સામાન્ય સ્થિતિ વખતે ગમે ત્યારે આવશે ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિમણૂક પત્ર અપાશે.

રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વરસાદના કારણે લોકો હેરાનન થાય એટલા માટે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્રારા 

સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

(12:41 PM IST)