News of Tuesday, 27th August 2024
વડોદરામાં આભ ફાટ્યું: વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ ધારણ
વડોદરાના પાદરામાં અને પંચમહાલના મોરવા હડફમાં 12 ઈંચ : વિશ્વામિત્રી નદીની સપાટી ૩૩.૫૦ ફૂટે પહોંચી

વડોદરા : ગુજરાતમાં 243 તાલુકામાં વરસ્યો વરસાદ... વડોદરાના પાદરામાં અને પંચમહાલના મોરવા હડફમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી ૩૩.૫૦ ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીના પાણી શહેરના રોડ પર ફરી વળ્યાં છે. ગઈકાલથી વડોદરામાં જનજીવન ખોરવાયું છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પણ વિશ્વામિત્રી નદીના પાણી પ્રવેશ્યા છે. લોકોને નુકસાની વેઢવાનો વારો આવ્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર ફરી વળતાં અનેક નાગરિકો અટવાયા છે. બહારગામથી આવેલા લોકો નદીના પાણીના કારણે ફસાયા છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
