તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Tuesday, 27th August 2024
રાજયમાં હજુ ર સપ્ટેમ્બર સુધી મેઘરાજા તાંડવ કરશેઃ અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં ગઇકાલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અત્યારે કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લામાં મેઘરાજા તાંડવ કરે તેવા એધાણ છે. અતિથી અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
28 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે.
29 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે.
30 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
31 ઓગસ્ટના રોજ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
1 અને 2 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે સુરત, તાપી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
