News of Tuesday, 27th August 2024
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ: રેલવે સેવા પ્રભાવિત: અનેક ટ્રેનો કેન્સલ : જુઓ કેન્સલ થયેલી ટ્રેનોની લિસ્ટ
વડોદરા ડિવિઝનના બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે આ ટ્રેનો રદ

અમદાવાદ : પૂર્વ રાજસ્થાનમાં ડીપ ડિપ્રેશન તીવ્ર બનતા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબક્યો છે.આ પ્રદેશોમાં ભારે વરસાદને કારણે પરિવહનને પણ અસર થઈ છે. ખાસ કરીને રેલવે અને હવાઈના મુસાફરોને અસર થઈ છે. ત્યારે રેલવે દ્વારા કેટલીક ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે.
વડોદરા ડિવિઝનના બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે આ ટ્રેનો રદ કરવામાં આવી છે.
12009/12010 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ - 27/08/2024
82901/82902 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ તેજસ એક્સપ્રેસ - 27/08/2024
19033 વલસાડ - અમદાવાદ ગુજરાત ક્વીન - 27/08/2024
20947 અમદાવાદ - એકતા નગર જન શતાબ્દી એક્સપ્રેસ - 27/08/2024
19418 અમદાવાદ - બોરીવલી એક્સપ્રેસ 26/08/2024
9255 સુરત - મહુવા એક્સપ્રેસ 26/08/2024
12267 મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરંતો એક્સપ્રેસ - 26/08/2024
22923 બાંદ્રા ટર્મિનસ - જામનગર હમસફર એક્સપ્રેસ - 26/08/2024
12901/12902 દાદર - અમદાવાદ ગુજરાત મેઇલ - 26/08/2024
09021 ઉધના - ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ 26/08/2024
20950 એકતા નગર - અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ - 26/08/2024
બાજવા સ્ટેશન પર ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે 26.08.2024ની નીચેની ટ્રેનોને આણંદ-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.
22904 ભુજ - બાંદ્રા ટર્મિનસ એસએફ એક્સપ્રેસ
14701 શ્રી ગંગાનગર - બાંદ્રા ટર્મિનસ અમરાપુર અરવલી એક્સપ્રેસ
22138 અમદાવાદ - નાગપુર પ્રેરણા એક્સપ્રેસ
12844 અમદાવાદ - પુરી એસએફ એક્સપ્રેસ
19218 વેરાવળ - બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
22946 ઓખા - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ
12655 અમદાવાદ - એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ
22928 અમદાવાદ - બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ
14707 બિકાનેર - દાદર રાણકપુર એક્સપ્રેસ
09575 રાજકોટ - મહેબુબનગર સ્પેશ્યિલ
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
