તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th August 2024
ભારે વરસાદ વચ્ચે મુંબઈ-અમદાવાદ વચ્ચે અનેક ટ્રેનો પ્રભાવિત : 56 ટ્રેન કેન્સલ અને 43 ટ્રેન ડાયવર્ટ: જુઓ યાદી
અમદાવાદ-મુંબઈ વચ્ચે વિવિધ સ્થળો પર રેલ કોરિડોર પર પાણી ફરી વળ્યા

અમદાવાદ :સમગ્ર રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદ વચ્ચે ગુજરાત સાથે સંકળાયેલ રેલવે સેવા પર માઠી અસર થઈ છે. સતત થઈ રહેલા વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે અથવા તો ડાઈવર્ટ કરવામાં આવી છે. રેલ કોરિડોર પર વિવિધ સ્થળો પર પાણી ભરાવાને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 56 ટ્રેન રદ કરવામાં આવી છે અને 43 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી રહી છે.
ક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેને લીધે નવસારી, સુરત, વલસાડ, તાપી, ભરૂચ તેમ જ પંચમહાલ જિલ્લામાં વરસાદને લીધે પાણી ભરાવાની સ્થિતિ વિકટ રહી છે. તેને લીધે અમદાવાદ-મુંબઈ વચ્ચે આ જિલ્લામાં વિવિધ સ્થળો પર રેલ કોરિડોર પર પાણી ફરી વળ્યા છે.
વડોદરા ડિવિઝનમાં ડુરંતો, હમસફર, સયાજીનગરી તેમ જ ઈન્ટરસિટી ટ્રેન રદ્દ કરવામાં આવી છે જ્યારે લાંબા અંતરની મુંબઈથી ઉડનારી ગુજરાત આવતી અનેક ટ્રેનો જેવી કે હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો, જામનગર-બાંદ્રા ટર્મિનલ હમસફર એક્સપ્રેસ, દાદર-ભૂજ સયાજીનગરી, વડનગર-વલસાડ સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનલ ભૂજ કચ્છ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
