<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો: સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા

ઇન્દ્રોડા, ઘોડાકુવા, નભાઈ, રાયસણ, રાંધેસણ, કોબા ગામના લોકોને એલર્ટ કરાયા: કોઈ વ્યક્તિએ માછલી પકડવા કે પાણી જોવા સંત સરોવર ઉપર ન જવા તંત્રએ આદેશ

અમદાવાદ : સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે વધુ બે દરવાજો ખોલવામાં આવ્યો છે. ગઇ કાલે 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા. 

  સંત સરોવરના 5 દરવાજા ખોલતા ઉપરવાસના ગામડાઓને એલર્ટ કરાયા છે. ઇન્દ્રોડા, ઘોડાકુવા, નભાઈ, રાયસણ, રાંધેસણ, કોબા ગામના લોકોને એલર્ટ કરાયા છે. કોઈ વ્યક્તિએ માછલી પકડવા કે પાણી જોવા સંત સરોવર ઉપર ન જવા તંત્રએ આદેશ કર્યો છે.

(7:22 PM IST)