<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજ્યમાં ભારે વરસાદની ઉદયન સેવા પર અસર : અમદાવાદમાં 33 ફ્લાઈટ મોડી અને 2 રદ્દ કરાઈ

મુંબઈ, નાગપુર, જોધપુર, કોલકાતા, ગોવા, દિલ્હી, ભુજ, જયપુર, વારાણસી, ગોવા અને ઈન્દોર સહિતના શહેરો માટેની ફ્લાઈટ વિલંબિત :અબુ ધાબી, શારજાહ અને દુબઈની ફ્લાઈટ ઉપડવામાં વિલંબ થયો

અમદાવાદ : ગુજરાતમાં ભારે વરસાદની ઉડ્ડયન સેવા પર પણ માઠી અસર થઈ છે. ભારે વરસાદ વચ્ચે અમદાવાદ સ્થિત વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ ખાતે 33 જેટલી ફ્લાઈટ્સ વિલંબીત થઈ છે અને બે ફ્લાઈટને રદ્દ કરવામાં આવી છે.

આ સાથે એરપોર્ટ સત્તાવાળાઓએ ગઈકાલે સાંજે પેન્સેજર્સ માટે એક એડવાઈઝરી ઈશ્યુ કરવામાં આવી હતી, જેમાં ફ્લાઈટનો શિડ્યુઅલ્સ તપાસવા તથા ખરાબ હવામાનની સ્થિતિમાં ચેક-ઈન માટે વધારાના સમયને લઈ માહિતી આપવામાં આવી હતી.   

અમદાવાદથી 27 જેટલી ઘરેલુ ફ્લાઈટમાં વિલંબ થયો હતો. જેમાં મુંબઈ, નાગપુર, જોધપુર, કોલકાતા, ગોવા, દિલ્હી, ભુજ, જયપુર, વારાણસી, ગોવા અને ઈન્દોર સહિતના શહેરો માટેની ફ્લાઈટનો સમાવેશ થતો હતો.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં અબુ ધાબી, શારજાહ અને દુબઈની ફ્લાઈટ ઉપડવામાં વિલંબ થયો હતો. જ્યારે કુવૈત અને લંડનથી આવતી ફ્લાઈટમાં પણ વિલંબ થયો હતો. અલબત દિવથી આવતી બે ફ્લાઈટને રદ્દ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે 48 જેટલી ફ્લાઈટને વિલંબ થયો હતો. જ્યારે વડોદરાની બે ફ્લાઈટને અમદાવાદ ડાઈવર્ટ કરવામાં આવી હતી.

(10:47 PM IST)