News of Tuesday, 27th August 2024
સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ વરસ્યો :રાણાવાવમાં વધુ 3 ઇંચ ખાબક્યો
પોરબંદર અને જામજોધપુરમાં 57 મિ.મી વરસાદ: પોરબંદરના નીચાણવાળા વિસ્તાર છાયા ચોકી, સુદામા ચોક જળમગ્ન થયા

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દિવસભર સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે દરમિયાન સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 110 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.
સાંજે બે કલાકમાં રાણાવાવમાં 73 મિ.મી (2.8 ઈંચ) તેમજ પોરબંદર અને જામનગરના જામજોધપુરમાં 57 મિ.મી (2.2 ઈંચ) વરસાદ વરસ્યો છે.
આજે દિવસ દરમિયાન પડેલા વરસાદથી પોરબંદરના નીચાણવાળા વિસ્તાર છાયા ચોકી, સુદામા ચોક જળમગ્ન થયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય પોરબંદરને પાણી પુરુ પાડતા ફોદાળા અને ખંભાળા ડેમ છલકાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
