તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 27th August 2024
અમદાવાદમાં રોગચાળો વકર્યો : ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઈફોઈડ સહિતના કુલ 2462 કેસ નોંધાયા: ડેન્ગ્યૂમાં બે બાળકીના મોત
મેલેરિયાના ૧૫૧, ચિકનગુનિયાના ૪૩ તથા ઝેરી મેલેરિયાના ૨૮ કેસ

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યૂના 488 કેસ નોંધાયા છે.વસ્ત્રાલ અને વાસણા વિસ્તારમાં રહેતી બે કીશોરીઓના દસ દિવસમાં ડેન્ગ્યૂ સંક્રમણથી સારવાર દરમિયાન મોત થયા છે. મેલેરિયાના 151, ચિકનગુનિયાના 43 તથા ઝેરી મેલેરિયાના 28 કેસ નોંધાયા છે.
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા પુષ્ય રેસીડેન્સીમાં રહેતી 11 વર્ષની કિશોરીનું ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મોત થયુ છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના 488 કેસ નોંધાઈ ગયા છે. દરમિયાન મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થના કહેવા મુજબ, વસ્ત્રાલ વોર્ડની એક બાર વર્ષની કિશોરીને ડેન્ગ્યૂ થતા તેને સારવાર માટે એસ.વી.પી.હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન પાંચ દિવસ અગાઉ મોત થયુ હતુ.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
