<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે ત્‍યારે ચોટીલામાં ૪.૬ ઇંચ તો થાનગઢમાં ૩ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

ચોટીલામાં સૌથી વધુ 4.6 ઈંચ વરસાદ પડયોઃ જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 1.8 ઈંચ વરસાદ નોંધાયો

સુરેન્‍દ્રનગરઃ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા તેમનું રૌદ્ર રૂપ બતાવી રહ્યા છે. સમગ્ર રાજ્ય છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં સરેરાશ 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે. ચોટીલામાં સૌથી વધુ 4.6 ઈંચ વરસાદ વરસ્યો છે. થાનગઢમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લો છેલ્લા 24 કલાકનો વરસાદ (આંકડા મીમી)
ચોટીલા 118
ચૂડા 57
દસાડા 30
ધ્રાંગધ્રા 30
લખતર 26
લીંબડી 25
મુળી 44
સાયલા 39
થાનગઢ 78
વઢવાણ 21
જિલ્લાનો સરેરાશ વરસાદ 46.8

 

(2:17 PM IST)