News of Wednesday, 28th August 2024
લોકગાયક અને નેતા સુવાડા ઓઢવ પોલીસ સ્ટેશનમાં થયા હાજર: પોલીસે કરી ધરપકડ
સુવાડા અને તેના ભાઈ સહિત 40થી વધુ સામે ઓઢવ પોલીસ મથકે ભાજપ નેતા અને જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી

અમદાવાદ: જાણીતા લોકગાયક વિજય સુવાડાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા હાજર થતા પોલીસે ધરપકડ કરીને આગાળની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે વિજય સુવાડા અને તેના ભાઈ સહિત 40થી વધુ સામે ઓઢવ પોલીસ મથકે ભાજપ નેતા અને જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદમાં જાણીતા લોક ગાયક વિજય સુવાડા અને તેમના ભાઈઓ અને મિત્રો વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં વિજય સુવાડા 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથીયારો લઇને આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાડા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દીલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જીગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40થી વધુ લોકો વિરૂદ્ધ ધમકી તેમજ હુમલાની કોશિષ કરવાની ફરિયાદ કરી હતી.બદનામ કરવા આ ફરિયાદ કર્યો હોવાનો આક્ષેપ
દિનેશ દેસાઈ રાજકીય આગેવાન છે અને રાજકીય કિનનાખોરી રાખીને આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યારે વિજય સુવાડાએ ફરિયાદને ખોટી કહીને પોતાનો બચાવ કર્યો હતો ત્યારે દિનેશ દેસાઈ સમાજની યુવતીઓની મશ્કરી કરતા હોવાની અનેક ફરિયાદ મળતા તેમને ઠપકો આપ્યો હતો. જેથી ખોટી પ્રસિદ્ધિ મેળવા અને બદનામ કરવા આ ફરિયાદ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ઓઢવ પોલીસે આ વિવાદ મામલે ગુનો નોંધીને વિજય અને દિનેશ વચ્ચે ક્યા કારણોસર તકરાર થઇ હતી તે મામલે તપાસ શરૂ કરી હતી. તકરાર અને મનદુઃખના ચાર વર્ષ બાદ વિજય સુવાડા અને તેમના મિત્રોએ કેમ ગાડીઓ અને હથિયારો લઈને પહોંચ્યા હતા? આ ઝઘડા પાછળ શુ અદાવત છે? તેમાં તમામ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે વિજય સુવાડા પોલીસ મથકે હાજર થતા ઓઢવ પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
