News of Wednesday, 28th August 2024
પરેશ ગોસ્વામી કહે છે કે ૪૮ કલાક, ૩૦મી સવાર સુધી વરસાદી સિસ્ટમ્સ કચ્છ ઉપર સ્થિર રહેશે: કચ્છ મોરબી દ્વારકા પોરબંદર જુનાગઢ વિસ્તારમાં ૪૮ કલાક ભારે વરસાદની સંભાવના: આડેસર-સાંતલપુર-રાધનપુર રોડનો ઉપયોગ કરી રહેલા વાહન ચાલકો સાવધ રહે: આ માર્ગમાં અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે કે ૪૮ કલાક, ૩૦મી સવાર સુધી વરસાદી સિસ્ટમ્સ કચ્છ ઉપર સ્થિર રહેશે. ગુજરાત ઉપરથી પસાર થઈ રહેલ સિસ્ટમ્સનો સેન્ટ્રલ પોઇન્ટ કચ્છ અને પાકિસ્તાનમાં છે.
આ સિસ્ટમ્સ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી ડિપ્રેશનમાં ફેરવાઈ છે જેને લીધે કચ્છ મોરબી દ્વારકા પોરબંદર જુનાગઢ જેવા વિસ્તારમાં ૪૮ કલાક ભારે વરસાદની સંભાવના.
જોકે એક વરતારા મુજબ એક સપ્ટેમ્બરથી નવું ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે.
અત્યારે બપોરે ૩.૩૦ કલાકે રાજકોટમાં ધમધોકાર વરસાદ ચાલુ છે પવન પણ જોરદાર ફૂંકાય છે.
કચ્છ આવાગમન માટે માળિયા-સુરજબારી રોડ અત્યારે બંધ હોતા લોકો આડેસર-સાંતલપુર-રાધનપુર રોડનો ઉપયોગ કરી રહ્યા છે આ માર્ગમાં અનેક જગ્યા વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા છે તો લોકોએ ધીમી ગતિએ અને સાચવેતી પોતાનું વાહન ચલાવવું
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
