News of Wednesday, 28th August 2024
ખેડા શહેર પૂરના પાણીમાં ડૂબ્યું : શેઢી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા: લોકોની હાલત કફોડી : ચોતરફ પાણી પાણી
SDRF ની ટિમ અને ખેડા ટાઉન પોલીસ બોટમાં બેસીને અંબિકા કોમ્પ્લેક્સમાં ફસાયેલાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ

ખેડા શહેર પૂરના પાણીમાં ડૂબ્યું છે. શેઢી નદીના પાણી ખેડા શહેરમાં ફરી વળ્યા છે. શહેરના લોકોની હાલત કફોડી થવા પામી છે. ખેડા બસ સ્ટેન્ડ, ન્યાયમંદિર, સ્કૂલ, પોલીસ મથક જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બસ સ્ટેન્ડ પાસે આવેલા અંબિકા કોમ્પ્લેક્સમાં રહેતા લોકો ફસાયા છે. Sdrf ની ટિમ અને ખેડા ટાઉન પોલીસ બોટમાં બેસીને કોમ્પ્લેક્સમાં ફસાયેલાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
