તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Wednesday, 28th August 2024
રામપુરા ગામની સીમના ખેતરમાંથી કેળાના તૈયાર લુમ કિંમત રૂપિયા ૫૨,૩૫૦ ની ચોરી
ચારેક દિવસ પહેલા મોટા રાયપૂરા ગામમાં પણ કેળાના લુમો ચોરાયા હતા ત્યારબાદ આ બીજી ઘટના

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકામાં એક બાદ એક બે ગામોની સીમ માંથી કેળા ના તૈયાર લુમ ની ચોરી બાબતે પોલીસ મથકે ફરિયાદ થઈ છે જેમાં ચાર દિવસ પહેલા મોટા રાયપુરા ગામ બાદ હાલમાં રામપુરા ગામની સીમ માંથી કેળા ના લુમ ચોરી થવા બાબતે ફરિયાદ થઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર જીતેન્દ્રસિંહ જશવંતસિંહ અંબાલીયા(રહે..માંગરોલ,રજપુત ફળીયું તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના મોટા રામપુરા ગામની સીમમાં આવેલ ખેતી લાયક જમીન માં કેળાનો પાક કરેલ હોય જે કેળાનો પાક તૈયાર થયેલ જે ખેતરમાંથી તૈયાર થયેલ કેળાના આશરે ૧૧૫ જેટલા લુમ જેનું વજન આશરે ૧૪૯.૫ મણ જેટલું થતુ હોય જેની બજાર કિંમત રૂ.૫૨, ૩૫૦/- કિંમતના કેળાના લુમોને કોઇ અજાણ્યા ચોર ચોરી કરી લઈ જતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
