<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે ચોરને ઝડપી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા સુચના કરેલ હોઇ જે અન્વયે આરોપીઓને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને લોકેશ યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવીઝન રાજપીપલા તથા પી.જે.પંડયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ડેડીયાપાડા, નાઓના માર્ગદર્શન હેઠળ સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગ તથા વાહન ચેકિંગની કામગીરીમાં હતા એ દરમ્યાન સાગબારા પો.સ્ટે.ના ચોરી ના ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ હીરો હોન્ડા સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે ચોર મહેશભાઇ કોથાભાઇ વસાવા (ઉ.વ.૧૮)( રહે. નેવડીઆંબા, તા. સાગબારા, જી.નર્મદા) ને પકડી પાડી અનડીટેકટ ગુનાને ડિટેકટ કરી સફળ કામગીરી કરેલ છે.

(10:15 PM IST)