<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

SGSTમાં પૈસા ફેંકો કામ કરાવો જેવો વહીવટ

અધિકારીથી ત્રાસેલા સીએ એસોસિએશન દ્વારા ફરી એક વખત સીબીઆઇસી સહિતનાઓને ફરિયાદ : ગુજરાતમાં એસજીએસટીના અધિકારીઓ દ્વારા વસૂલવામાં આવતા ભાવ સાથેનું પત્રક જાહેર કરાયું

સુરત,તા. ૩૦: સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નિયમ પ્રમાણેના કામ કરવા માટે પણ નાંણા પડાવતા હોવાની ફરીયાદ ચાર્ટડ એકાઉન્‍ટ એસોસિએશન, સુરત દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં ફરીયાદ કરવામાં આવ્‍યા બાદ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાના લીધે હાલમાં સમગ ગુજરાતમાં સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ કામ કરવા માટે કેટલા રુપિયાની લૂંટ ચલાવે છે. તેની લેખિતમાં ફરીયાદ કરી છે. તેમજ આ માટે તાકીદે કાર્યવાહી કરવા માટે સીબીઆઈસી સહિતનાઓને પણ જણાવ્‍યુ છે.

ચાર્ટડ એકાઉન્‍ટસ એસોસિએશન, સુરત દ્વારા કરવામાં આવેલી લેખિત ફરીયાદમાં જણાવવામાં આવ્‍યુ છે કે ૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ અને એસોસિએશન વચ્‍ચે એક બેઠક યોજાઈ હતી. તેમાં ૨૦ જાન્‍યુઆરી ૨૦૨૪ના રોજ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને પડાવવામાં આવતા નાંણા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે તાકીદે કાર્યવાહી કરીને તેની જાણ એસોસિએશનને કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ તેની જાણ સુધ્‍ધાં કરવામાં આવી નથી. ત્‍યાર બાદ અધિકારીઓ દ્વારા વધુ પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના લીધે સમગ્ર ગુજરાતમાં અધિકારીઓ દ્વારા વસુલવામાં આવતા ભાવ સાથેનુ લીસ્‍ટ જાહેર કરવામાં આવ્‍યુ છે. (૨૨.૬)

સમગ્ર ગુજરાતના સીએ પાસેથી વિગતો મેળવવામાં આવી

અગાઉ જયારે એસજીએસટીના અધિકારીઓ દ્વારા વેપારીઓને કરવામાં આવતી હેરાનતિ સામે લેખિતમાં આજ રીતે રજુઆત કરવામાં આવી હતી. ત્‍યારે સુરતમાં થોડા સમય માટે યોગ્‍ય રીતે એટલે કે નિયમ પ્રમાણે કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. ત્‍યાર બાદ પરિસ્‍થિતી પાછી જૈસે થે જેવી થવાના લીધે બીજી વખત રજુઆત કરવામાં આવી છે. જોકે આ વખતે સમગ્ર ગુજરાતમાં તેઓ સાથે જોડાયેલા સીએ અને વેપારીઓ પાસેથી તેની વિગતો એકત્ર કરવામાં આવી હતી. તે વિગતોના આધારે જ સમગ્ર ગુજરાતમાં સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા નિયમ પ્રમાણેનુ કામ કરવાનુ હોવા છતાં ખોટી રીતે વસુલવામાં આવતા નાણાંનુ લીસ્‍ટ બનાવીને રજુઆત કરવામાં આવી છે.

સ્‍થળ     નવુ રજીસ્‍ટ્રેશન                 એસેસમેન્‍ટ        રીફંડ

સુરત    ૨૦૦૦-૩૦૦  ૧૫ હજાર પ્રતિ વર્ષ       ૦.૭૫ થી ૧.૫૦ ટકા

નવસારી ૧૦૦૦                         ૧.૫૦ થી ૨ ટકા

વાપી    ૫૦૦૦       ૨૫ હજાર પ્રતિ વર્ષ       ૧.૨૫ થી ૨ ટકા

વડોદરા  ૭૫૦૦       ૧૫૦૦૦ પ્રતિ વર્ષ         ૫ થી ૭ ટકા

ભરૂચ     ૩૦૦૦        ૨૫૦૦૦ પ્રતિ વર્ષ        ૨ ટકા

જૂનાગઢ ૧૦૦૦        ૧૦૦૦૦ પ્રતિ વર્ષ         ૨ ટકા

અમદાવાદ             ૪૦૦૦           ૧૦૦૦૦ પ્રતિ વર્ષ       ૧ થી ૧.૫ ટકા

ગાંધીનગર             ૨૦૦૦           ૧૫૦૦૦ પ્રતિ વર્ષ        ૧.૫૦ થી ૨ ટકા

રાજકોટ  ૧૫૦૦                         ૧ ટકા

પાલનપુર    ૧૦૦૦૦ ૨૫૦૦૦ પ્રતિ વર્ષ       ૧ થી ૨ ટકા

(9:53 AM IST)