તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 30th August 2024
અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ આરટીઓ કચેરીએ સપાટો બોલાવ્યો, ૬૪૪ લાઇસન્સ સસ્પેન્ડ
બાવળામાં ૮૯માંથી ૩૫ ટકા એટલેકે ૩૦ લાઇસન્સ અકસ્માતના ગુનામાં જ સસ્પેન્ડ કરી દેવાયા

અમદાવાદ, તા. ૩૦ : અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ આરટીઓ કચેરીએ સપાટો બોલાવ્યો છે. જેમાં ૬૪૪ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. ૮ મહિનામાં ૬૪૪ લાઇસન્સ સસ્પેન્ડ થયા છે તેમજ રોંગ સાઇડ, જોખમી ડ્રાઇવિંગના ૪૦૦ કેસ થયા છે. ટ્રાફિકના વિવિધ નિયમો ભંગ કરનારના લાઇસન્સ ૩થી ૬ મહિના સુધી સસ્પેન્ડ કરી દેવાય છે.
૩૮૪ સુભાષબ્રિજ, ૧૭૧ વષાાલ અને ૮૯ બાવળા ય્વ્બ્ કચેરી દ્વારા સસ્પેન્ડ કરાયા છે. જેમાં બાવળામાં ૮૯માંથી ૩૫ ટકા એટલેકે ૩૦ લાઇસન્સ અકસ્માતના ગુનામાં જ સસ્પેન્ડ કરી દેવાયા છે. હાઇકોર્ટે તાજેતરમાં જ ટકોર કરી હતી કે, જોખમી ડ્રાઇવિંગ કરનાર સામે કડક કાર્યવાહી થવી જોઇએ. જોકે આરટીઓ પણ છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકના નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. માહિતી મુજબ અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ માત્ર આઠ મહિનામાં જ ૬૪૪ લાઇસન્સ સસ્પેન્ડ કરીને આરટીઓ કચેરીએ સપાટો બોલાવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરસ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, અકસ્માત અને રોંગ સાઇડ વાહનો દોડાવતા નબીરાઓને ઝડપીને મેમો ઇસ્યુ કરાય છે અને તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓ ઓથોરિટીને જાણ કરવામાં આવે છે. જેના આધારે આરટીઓ કચેરીમાં સુનાવણી થાય છે અને સુનાવણી બાદ ૩થી ૬ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાય છે. સસ્પેન્ડ લાઇસન્સમાં સૌથી વધુ રોંગસાઇડ અને જોખમી ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં લાઇસન્સ સસ્પેન્ડની કડક કાર્યવાહી કરાતી હોવા છતાં વાહનચાલકો બેફામ વાહનો હંકારતા જોવા મળે છે. વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ એટલે કે, છેલ્લા ચાર વર્ષમાં સુભાષબ્રિજ, વષાાલ અને બાવળા આરટીઓ કચેરીએ કુલ ૨,૪૮૧ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે આઠ મહિનામાં ૧,૮૮૪ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. જેમાં ચાલુ વર્ષે છેલ્લા આઠ મહિનામાં ૩૮૪ સુભાષબ્રિજ, ૧૭૧ વષાાલ અને ૮૯ બાવળા આરટીઓ કચેરી દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે, જેમાં સુભાષબ્રિજ આરટીઓમાં સુનાવણી બાદ ૪૪ લાઇસન્સ અકસ્માત, ૧૫ લાઇસન્સ ઓવરસ્પીડ, ૨૭૦ લાઇસન્સ જોખમી ડ્રાઇવિંગ અને ૨૮ લાઇસન્સ હેલ્મેટ ન પહેરનારના સસ્પેન્ડ કર્યા છે. બાવળામાં તો ૮૯માંથી ૩૫ ટકા એટલેકે ૩૦ લાઇસન્સ અકસ્માતના ગુનામાં જ સસ્પેન્ડ કરાયા છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
