<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

રમતગમત ક્ષેત્રના ખેલાડીઓ અને કોચનું સન્‍માન

અમદાવાદઃ રાષ્‍ટ્રીય રમત દિવસની ઉજવણીએ અમદાવાદમાં સ્‍પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત સ્‍પોટર્સ જર્નાલિસ્‍ટ એસોસિએશનઁના સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં રાજયના યુવા અને દિગ્‍ગજ ખેલાડીઓ તથા શ્રેષ્‍ઠ કોચને સન્‍માતિન કરાયા.કાર્યક્રમમાં રાજયસભા સાંસદ એવા નરહરી અમીન. સ્‍પોટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી આર.એસ. નિનામા, ભારતીય ઓલિમ્‍પિકસ કમિટીના વાઇસ ચેરમેન અજય પટેલ,માહિતી વિભાગના ડિરેકટર કે.એલ.બચાની. વિવિધ રમત એસો.ના પદાધિકારી અને કોચ સહિતના લોકો હાજર રહ્યા હતા.એવોર્ડ વિજેતાઓમાં આરાધના પટેલ (બાસ્‍કેટબોલ) મિરાંત ઇટાલિયા (બાસ્‍કેટબોલ) જલ્‍પ પ્રજાપતિ (ફેન્‍સિંગ) વિવાન શાહ (ચેસ) જેન્‍સી કાનાબાર (ટેનીસ)બખ્‍તિયારૂદીન મલેક (શૂટિંગ) રૂદ્ર પટેલ ક્રિકેટ)શાઇની ગોમ્‍સ (પેરા ટેબલ ટેનિસ)ા લિજેન્‍ડ્‍સ ઓફ ઘ ગેમ (કોચ) અપૂર્વ બિશ્વાસ (એથ્‍લેટિકસ કોચ) વજરંગ વાળા (વોલીબોલ કોચ) લાઇફટાઇમ એચિવમેન્‍ટ એવોર્ડ-તેજસ બાકરેનો સમાવેશ થાય છે. (૩.૧૧)

(2:31 PM IST)