News of Friday, 30th August 2024
અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પ્રથમ પબ્લિક ઇશ્યૂ ૪ સપ્ટેમ્બરના ખુલશે
૧૭ સપ્ટેમ્બરના બંધ થશેઃ અસરકારક ઉપજ વર્ષે ૯.૯૦ ટકા સુધીઃ ત્રિમાસિક, વાર્ષિક અને ક્યુમ્યુલેટિવ વિકલ્પો ઉપલબ્ધઃ ૧.૧૦ ગણુ સિકયોરિટી કવર

(કેતન ખત્રી) અમદાવાદઃ ઇશ્યૂ કરાનાર એનસીડીને કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા “CARE A+; Positive (Single A Plus; Outlook: Positive)” રેટિંગ આપવામાં આવ્યું છે. આ રેટિંગ્સ ધરાવતી સિક્યોરિટીઝને નાણાંકીય જવાબદારીઓ સમયસર પૂરા કરવાની બાબતે યોગ્ય સુરક્ષા ધરાવતી હોવાનું માનવામાં આવે છે. આવી સિક્યોરિટીઝ ઓછું ક્રેડિટ રિસ્ક ધરાવે છે.
એઈએલની ઓફરિંગમાં ૮૦ લાખ સુધીના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ નો સમાવેશ થશે જે દરેકની ફેસ વેલ્યુ રૂ. ૧,૦૦૦ હશે. બેઝ ઇશ્યૂ સાઇઝ રૂ. ૪૦૦ કરોડ છે જેમાં વધારાના રૂ. ૪૦૦ કરોડ સુધીના ઓવર-સબ્સ્ક્રીપ્શન જાળવવાના વિકલ્પ (ગ્રીન શૂ ઓપ્શન) સાથે તેનું કુલ મૂલ્ય રૂ. ૮૦૦ કરોડ સુધીનું હશે (ઇસ્યુ ઓર ઇસ્યુ સાઇઝ). ઇશ્યૂ ૦૪ સપ્ટેમ્બરના રોજ ખૂલશે અને ૧૭ સપ્ટેમ્બરના રોજ બંધ થશે જેમાં વહેલા બંધ થવાનો અથવા લંબાવવાનો વિકલ્પ રહેશે.
એનસીડી માટે દરેક એપ્લિકેશનની લઘુતમ એપ્લિકેશન સાઇઝ સંયુક્તપણે તમામ સિરીઝમાં રૂ. ૧૦ હજાર અને ત્યારબાદ રૂ. ૧ હજારનાં ગુણાંકમાં રહેશે.
ઇશ્યૂમાંથી મળનારી રકમનો મુખ્યત્વે અમારી કંપની દ્વારા મેળવાયેલા હાલના દેવાની સંપૂર્ણ અથવા આંશિકપણે પૂર્વચૂકવણી અથવા પુનઃચૂકવણી (કમસે કમ ૭૫ ટકા) અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (૨૫ ટકા સુધી) કરવામાં આવશે જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરવા અને લિસ્ટિંગ કરવા)ના નિયમન, ૨૦૨૧ તથા સમયાંતરે કરાયેલા સુધારાના અનુપાલનમાં કરવામાં આવશે.
ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ, એ કે કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર્સ છે. આ એનસીડી ૨૪ મહિના, ૩૬ મહિના અને ૬૦ મહિનાની મુદતમાં ઉપલબ્ધ છે જેમાં આઠેય સિરીઝમાં ત્રિમાસિક, ક્યુમ્યુલેટિવ અને વાર્ષિક વ્યાજ ચૂકવણીના વિકલ્પો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
