<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

અમીરગઢ પાસે બનાસ નદીમાંથી ૩દિ'થી ગુમ યુવકનો મૃતદેહ મળ્યો

પાલનપુર તા.૩૦: ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી ધોધમાર વરસાદ વરસતાં  અનેક જગ્યાએ ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. બનાસકાંઠામાં અમીરગઢ ગામમાંથી ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ નદીના પટમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

અમીરગઢમાં રહેતા લાલાભાઈ ઠાકોર ત્રણ દિવસ અગાઉ ગુમ થયા હતા. આ યુવક બનાસ નદીમાં ડૂબ્યો હોવાની આશંકા લોકોએ વ્યકત કરી હતી. જેના પગલે તંત્ર દ્વારા ગઈ રાત્રે શોધખોળ હાથ ધરી હતી. પુનઃશુક્રવારના સવારે અમીરગઢ મામલતદાર, પોલીસ તેમજ સ્થાનિક લોકો અને પાલનપુરની ફાયર ટીમની મદદથી આખરે લાલાભાઈ ઠાકોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

(4:22 PM IST)