News of Friday, 30th August 2024
નેત્રંગ તાલુકાના મૌઝા ગામની UPSC પરીક્ષાની તૈયારી કરતી આદિવાસી દીકરીને સાંસદે લેપટોપ આપ્યું
UPSC પરીક્ષા પાસ કરીને કલેકટરની પદવી હાંસલ કરવાનું જીવનનું લક્ષ્ય :- ખુશ્બુબેન વસાવા: દીકરીને UPSC પરીક્ષાની તૈયારી કરવામાં ભારે સમસ્યા પડતી હતી : સાંસદ મનસુખભાઇ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેત્રંગ તાલુકાના મૌઝા ગામની ગરીબ આદિવાસી પરીવારની દીકરી ખુશ્બુબેન મહેન્દ્રભાઇ વસાવા નાનપણથી અભ્યાસમાં તજજ્ઞ હોવાથી શાળાકીય પરીક્ષામાં અગ્રેસર રહી હતી. ધોરણ ૧ થી ૧૦ સુધીનો અભ્યાસ પ્રા.શાળા મૌઝા માં કરીને વધુ અભ્યાસ માટે એચએલ કોલેજ અમદાવાદ ગઈ હતી. ધોરણ-૧૦ માં અભ્યાસ દરમ્યાન શિક્ષકો તરફથી માહિતગાર કરવામાં આવ્યું કે, પોતાનું ઉજ્જવલ ભવિષ્યની સાથે સામાજીક કામગીરી કરવા માંગતા હોય તો વિધાર્થીઓ UPSC પરીક્ષા પાસ કરવી જરૂર છે.ત્યારથી ખુશ્બુબેન વસાવાએ પોતાના મનમાં સંકલ્પ કરીને UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.પરંતુ પોતાના પરીવારની આથિઁક પરીસ્થિતિ નબળી હોવાથી UPSC પરીક્ષાની તૈયારી કરવામાં જે વિગતો ઓનલાઇન મળી શકે તે મળતી ન હતી.તેના કારણે ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. તે વાતની જાણ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા થતાં તાત્કાલિક આદિવાસીન દીકરી ખુશ્બુબેન વસાવાની મુલાકાત કરીને UPSC પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે તે માટે એક લેપટોપ ભેટમાં આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે ખુશ્બુબેન વસાવાએ જણાવ્યું હતું કે, UPSC પરીક્ષા પાસ કરીને કલેકટરની પદવી હાંસલ કરવાનું એકમાત્ર જીવનનું લક્ષ્ય છે.હવે લેપટોપ મળતા UPSC પરીક્ષાની તૈયારીમાં ઘણી મદદ થશે
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
