<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

રાજપીપળામાં વરસાદે વિરામ લેતા માર્ગો ની મરામત જરૂરી : પાલિકા ડામર દ્વારા રિકારપેટીંગ કરે તેવી માંગ

માર્ગો પર પડેલા મોટા ખાડામાં પાલિકા દ્વારા છારૂ નંખાયું પણ યોગ્ય લેવલ નહિ કરાતા વાહનચાલકો પડવાની અને ઇજાગ્રસ્ત થવાની ઘટના વધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો અને હાલમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે રાજપીપળા શહેરના વરસાદમાં તૂટેલા રસ્તાઓ પર યોગ્ય કામગીરી પાલિકા કરે તેવી માંગ છે
    ભારે વરસાદના કારણે રાજપીપળા શહેર ના મુખ્ય માર્ગો ઉપર મોટા ખાડા પડ્યા બાદ પાલિકા દ્વારા ત્યાં છારૂં નાખવામાં આવ્યું પરંતુ તગારા ભરી ખાડામાં નંખાયેલા છારાનું લેવલ નહિ કરતા અને તેમાં મોટા પથ્થરો પણ હોવાના કારણે આ ઉબડ ખાબડ રોડ પરથી પસાર થતા ટુ વ્હીલ વાહન ચાલકો પડવાની ઘટના માં વધારો થયો અને પડ્યા બાદ ઇજાગ્રસ્તો ની સંખ્યા પણ વધી છે માટે પાલિકા દ્વારા હાલ વરસાદે વિરામ લીધા બાદ આખા ખરાબ માર્ગો પર ડામર દ્વારા રિકારપેટીંગ કરી જેસીબી દ્વારા લેવલીંગ કરાઈ તો અકસ્માત ઓછા થશે.
   આજ પ્રકારે નર્મદા જિલ્લામાં પણ વરસાદ ના કારણે માર્ગ પુલ સહિત જ્યાં જ્યાં નુકશાન થયું છે અને જેના કારણે લોકો તકલીફ વેઠી રહ્યા છે ત્યાં દરેક ઠેકાણે પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરાઈ તેવી માંગ ઉઠી છે.

(11:10 PM IST)