News of Friday, 30th August 2024
રાજપીપળા શહેરમાં ઠેર ઠેર શ્રાવણ માસની અગિયારસે કથા ગરબા સહિતના કાર્યક્રમો થયા
રણછોડજી મંદિરમાં વૈષ્ણવ સમાજ દ્વારા ગરબા અને અન્ય ભક્તોએ કથા કરાવી અગિયારસ ઉજવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:શ્રાવણ અને એકાદશીનો શુભ સંયોગ શ્રાવણ મહિનામાં આવતી એકાદશીનું મહત્ત્વ ઘણું વધારે હોય છે. શ્રાવણ એ શિવ ભગવાનનો પ્રિય મહિનો છે અને એકાદશી તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ છે. પુત્રદા એકાદશી વ્રત શ્રાવણના સુદ પક્ષમાં કરવામાં આવે છે. સુખી જીવન, સારા નસીબ અને બાળકોના સારા સ્વાસ્થ્યની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે. જ્યારે રાજપીપળામાં વૈષ્ણવ સમાજ દ્વારા દર વર્ષે ગરબા સહિત ના કાર્યક્રમો કરવામાં આવે છે જેના ભાગરૂપે રાજપીપળા રણછોડજી મંદિરમાં ગરબાનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યાના ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો હતો, જ્યારે અનેક જગ્યા એ ઘર માં કથા કરાવીને પણ અગિયારસ મનાવવામાં આવતી હોય રાજપીપળા આશાપુરી મંદિર પાસે રહેતા જનકભાઈ મોદી સહિત અનેક ભક્તો એ પોતાના ઘરમાં કથા કરાવી હતી
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
