<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ચોમાસામાં રાજપીપળા વીજ કંપનીની ઉમદા કામગીરી:રાજપીપળામાં સતત ધોધમાર વરસાદ પડવા છતાં લાઈટોની સમસ્યા નડી નથી : દરરોજ ની ૧૦૦ ફરિયાદો

ભૂતકાળમાં મામૂલી વરસાદમાં પણ તરત વીજળી ગુલ થતી હતી, હાલમાં ભારે વરસાદ પડવા છતાં આ તકલીફ આવતી નથી:ચાલુ વરસાદમાં પણ સજ્જ થઈ લોકોને લાઈટ વિના ના રહેવું પડે તેની કાળજી લઈ તાત્કાલિક સમારકામ કરતા લાઈનમેનો ની નિષ્ઠાપૂર્વક કામગીરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો જેમાં રોડ સહિત અનેક સમસ્યાનો લોકોને સામનો કરવો પડ્યો અને મામૂલી વરસાદમાં પણ તરત લાઈટો જવાની વર્ષો જૂની સમસ્યામાં આ વર્ષે જાણે છુટકારો મળ્યો હોય તેમ ભારે વરસાદમાં પણ લાઈટોની ખાસ કોઈ સમસ્યા આવી નથી અને ક્યાંક લાઈટો ગઈ ત્યાં તુરત વીજ કંપની ના લાઈનમેનો આવી ગણતરીના સમયમાં ખામી દૂર કરતા જોવા મળ્યા.
રાજપીપળામાં અંડરગ્રાઉન્ડ વીજ લાઈનો નાખ્યાં બાદ ખાસ સમસ્યા આવતી નથી અને હાલમાં રાજપીપળા વીજ કંપનીમાં બેઠેલા અધિકારીઓ પણ લોકોની સમસ્યાને વાચા આપતા હોય લોકો ખાસ હેરાન થયા નથી
    મળતી વિગતો મુજબ વીજ કંપનીના સુકાની એટલે કે એજ્યુકેટીવ એન્જિનિયર બી.બી. પટેલ સહિત કંપની માં ૧. ડેપ્યુટી એન્જિનિયર, આઈ ટી ચૌધરી તેમજ ૨. જુનિયર એન્જિનિયર, એસ.આર.પટેલ અને સી સી પટેલનાઓની દેખરેખ હેઠળ કુલ.૨૬ લાઇન સ્ટાફ ના કમૅચારીઓ ફરજ બજાવે છે અને ફરિયાદનું નિવારણ થાય છે. આમ ત્રણ એન્જિનિયર અને ૨૬ લાઈન સ્ટાફ મળી લોકોને નિયમિત વીજ પુરવઠો મળે એ બાબતે ખાસ તકેદારી રાખે છે

(11:17 PM IST)