<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ગણપત યુનિવર્સિટી દ્વારા દુબઇમાં એચઆર કોન્‍કલેવ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ ‘ફયુચર-રેડી એચઆરઃ ઈન્‍ટિગ્રેટિંગ ટેક્‍નોલોજી, ટેલેન્‍ટ એન્‍ડ બિઝનેસ ટ્રાન્‍સફોર્મેશન' શીર્ષક ધરાવતા આ આંતરરાષ્ટ્રીય એચઆર કોન્‍ક્‍લેવ ૨૦૨૪નું મિલેનિયમ પ્‍લાઝા ડાઉનટાઉન હોટેલ, દુબઈ ખાતે ગણપત યુનિવર્સિટી દ્વારા AIU, NSDC, SEPC અને HRDની એકેડેમીની ભાગીદારીમાં GES GUNI એજયુકેશન સર્વિસીસ FZ-LLCના સહયોગથી ઔદ્યોગિક ભાગીદારો જેમ કે Harizen, HSBC અને NICgulf દ્વારા કરવામાં આવ્‍યું હતું. વિવિધ કંપનીઓના ૨૫૦ થી વધુ HR પ્રોફેશનલ્‍સે આ કોન્‍કલેવમાં હાજરી અને અન્‍ય ૨૫૦૦ થી વધુ લોકો ઓનલાઈન માધ્‍યમથી કોન્‍ક્‍લેવમાં જોડાયા હતા. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના પ્રમુખ અને પેટ્રોન ઇન ચીફ, પદ્મશ્રી ગણપતભાઈ પટેલ ઓનલાઈન મહામહિમ, શ્રી સતીશ કુમાર સિવાન, ભારતના કોન્‍સ્‍યુલેટ જનરલ, દુબઈ એ આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકેજયારે ડો. મુસ્‍તફા તાહેરાલી સાસા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.

(9:57 AM IST)