<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

સંસ્‍કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા કાલે‘મારી ગુણવંતી ગુજરાત સંસ્‍કારોત્‍સવ ૨૦૨૪' સમારોહ

કર્ણાવતી ખાતે ૩૦ કલા સાધકોને સંસ્‍કાર વિભુષણ એવોર્ડથી સન્‍માનિત કરાશે

રાજકોટ : સંસ્‍કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા રવિવારે ડો. આંબેડકર યુનિવર્સિટી કર્ણાવતી ખાતે ‘મારી ગુણવંતી ગુજરાત સંસ્‍કારોત્‍સવ ૨૦૨૪'નું આયોજન : રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે ગુજરાતના ૩૦ કલા સાધકોને સંસ્‍કાર વિભુષણ એવોર્ડ, માનપત્ર અને રોકડ પુરસ્‍કારથી સન્‍માનિત કરાશે : ઋષિકેશભાઇ પટેલ, મુળુભાઇ બેરા, પી. કે. લહેરી, જોરાવરસિંહ જાદવ તેમજ પ૦૦ થી વધુ કલાસાધકો ઉપસ્‍થિત રહેશે : પોરબંદરના મેર રાસ મંડળનો મણિયારો, ઢાલ તલવાર રાસ અને સિધ્‍ધપુરના દ્વારકેશ મંડળનો બેડા રાસ રજુ થશે : પ્રાંત પ્રચારક મંત્રી મનીષ પારેખ- સંસ્‍કાર ભારતી ગુજરાત પ્રાંત સુભાષચંદ્ર અગ્રવાલ, યશવંતભાઇ ચૌધરી ઉપસ્‍થિત રહેશે : આ સન્‍માન સમારંભમાં કર્ણાવતીમાંથી મેઘાણી સાહિત્‍ય માટે પિનાકી મેઘાણી, ભાવનગરમાંથી લોકસંગીત માટે અરવિંદ બારોટ, જામનગરમાંથી સાહિત્‍ય માટે લેફટનન્‍ટ ડો. સતીશચંદ્ર વ્‍યાસ ‘શબ્‍દ', પોરબંદરમાંથી લોકસંગીત માટે લલિતાબેન ઘોડાદ્રા, સુરેન્‍દ્રનગરમાંથી ચિત્રકલા માટે લક્ષ્મણભાઇ લામ્‍પડા, જુનાગઢમાંથી લોકવાદ્ય માટે મીર હાજી કાસમ રાઠોડ, દેવભૂમિ દ્વારકામાંથી લોકસાહિત્‍ય માટે જીતુભાઇ દ્વારકાવાળા, અમરેલીમાંથી સાહિત્‍ય માટે સ્‍નેહી પરમાર, ગીર સોમનાથમાંથી લોકવાદ્ય માટે નથુભાઇ કાનજીભાઇ મકવાણા, રાજકોટમાંથી સાહિત્‍ય માટે અનુપમ દોશી, કચ્‍છમાંથી કચ્‍છી લોકસંગીત માટે ભારમલ સંજોટ, મોરબીમાંથી ભવાઇ માટે પ્રાણલાલ પૈજા, સહિત ૩૦ કલા સાધકોને ‘સંસ્‍કાર સન્‍માન-૨૦૨૪' એમ સંસ્‍કાર વિભુષણ માનપત્રથી સન્‍માન કરવામાં આવશે : કાર્યક્રમ માટે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીનો આર્થિક સહયોગ પ્રાપ્‍ત થયો છે : સંસ્‍કારોત્‍સવ ૨૦૨૪ ના સંયોજક રમણીક ઝાપડીયા, સંસ્‍કાર ભારતી, ગુજરાત પ્રાંત અધ્‍યક્ષ અભેસિંહજી રાઠોડ, મહામંત્રી જયદીપસિંહ રાજપૂત, કોષાધ્‍યક્ષ જગદીશભાઇ જોશી, પ્રસાદ દશપુત્રે, કમલેશ ઉદાસી, નવલભાઇ આંબલીયા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:46 AM IST)