<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

અરવલ્લીના ગ્રામ્ય પંથકમાં ફરી તીડનો આતંક: મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં તીડના ઝુંડે દેખા દીધી: લોકોમાં ફફડાટ

જીતપુર, ખાખરીયા, ઈસરી અને ખુમાપુર સહિત પંથકમાં તીડ જોવા મળ્યા:વરસાદનો વિરામ લાંબો રહેશે તો તીડ વધવાની આશંકા

અમદાવાદ :અરવલ્લીમાં ફરી એકવાર તીડનો આતંક જોવા મળ્યો છે.  જીતપુર, ખાખરીયા, ઈસરી અને ખુમાપુર સહિત પંથકમાં તીડ જોવા મળ્યા છે. જો વરસાદનો વિરામ લાંબો રહેશે તો તીડ વધવાની આશંકા છે

  હેવાલ મુજબ અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં  ફરી તીડનો આતંક સામે આવ્યો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો બાદ તીડના ઝુંડ એ દેખા દીધી છે. જીતપુર, ખાખરીયા, ઈસરી અને ખુમાપુર સહિત પંથકમાં તીડ જોવા મળ્યા. જો વરસાદનો વિરામ લાંબો રહેશે તો તીડ વધવાની આશંકા સેવાઈ છે. તીડથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

(11:48 AM IST)