<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

બાવળામાં ડેપ્યુટી કલેક્ટર સાથે ધારાસભ્યની સંકલન બેઠક મળી:ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો આક્રોશ

અધિકારીઓએ કલેકટરને ખોટી માહિતી આપ્યાનો સ્થાનિકોનો આરોપ: સોસાયટીઓ અને બળિયાદેવ વિસ્તારમાં હાલાકી અંગે રજૂઆત:છેલ્લા 5 દિવસથી તમામ વિસ્તારો જળમગ્ન

અમદાવાદ: બાવળામાં ડેપ્યુટી કલેક્ટર સાથે ધારાસભ્યની સંકલન બેઠક મળી હતી . જેમા બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો આક્રોશ ફુટી નીકળ્યો હતો . અધિકારીઓએ કલેકટરને ખોટી માહિતી આપ્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો .

 બાવળાની સોસાયટીઓ અને બળિયાદેવ વિસ્તારમાં હાલાકી અંગે રજૂઆત કરવામાં આવી હતી .છેલ્લા 5 દિવસથી તમામ વિસ્તારો જળમગ્ન થાય છે.  સમગ્ર બાવળા શહેરમાં અસહ્ય ગંદકીનો કલેક્ટર સામે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો . હાલાકીની રજૂઆત સમયે સ્થાનિકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. મહિલાઓએ રડતા રડતા કલેક્ટરને રજૂઆત કરી હતી.  સ્થળ તપાસ માટે કલેક્ટરે બાંહેધરી આપી પણ પહોંચી ન શક્તા નારાજગી જોવા મળી હતી

(12:00 PM IST)