તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
૧૫-૧૫ વર્ષથી કાયદાની એસીતેસી કરનાર ૨૨ ભયંકર આરોપીઓને ખાસ ઓપરેશનમાં અમદાવાદ પોલિસે ઝડપી લીધા
વર્ષોથી જામીન, પેરોલ પછી હાજર ન થતાં રીઢા અપરાધીઓને સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, જેસીપી નીરજ બડગુજ્જર ટીમે પોલીસ ધારે તો શું ન કરી શકે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું : ડીસીપી રવી સેનીના માર્ગદર્શનમાં સપાટો...એસીપી પ્રદીપસિંહ જાડેજા, એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમનો તાપ ન જીરવી શકનાર ૬ આરોપી સીધા કોર્ટમાં હાજર : પોલીસની આ ઝુંબેશમાં પીઆઇ ડી. પી.ઉનડકટ, ઇસનપુર પીઆઇ બી.એસ જાડેજા, વટવા પીઆઇ કુલદીપ ગઢવી, વટવા પીઆઇ એન. ડી.નકુમ, નારોલ પીઆઇ આર.એમ.ઝાલા, દાણી લીમડા પીઆઇ જી.જી.રાવત, કાગડાપીઠ પીઆઇ એસ.એ.પટેલ તથા સમગ્ર ટીમની કાબિલેદાદ કામગીરીથી સફળતા મળી હોવાનું ઉચ્ચ અધિકારીઓ જણાવે છે

રાજકોટ તા. ૩૧ :.. પોલીસ ધારે તો શું ન કરી શકે એનું વધુ એક ઉદાહરણ અમદાવાદ પોલીસના એસીપી પ્રદીપસિંહ જાડેજા, પીઆઇ દીપક ઉનડકટ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ડીસીપી રવી સેનીના માર્ગદર્શનમાં પૂરું પાડવામાં આવ્યું છે.
કોઈ કારણોસર ગંભીર ગુન્હાના આરોપી જામીન પર હોય કે પેરોલ પર ગયા બાદ કોર્ટે મુદતે સમન્સ છતાં હાજર ન થનારની સંખ્યા વધતી હોવાનું અમદાવાદનાં કાર્યદક્ષ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના ધ્યાનમાં આવતા તેમણે તુરંત સેક્ટર વડા નીરજ બડ ગુજર સાથે રણનીતિ ઘડી આંનો અમલ એસીપી પ્રદિપસિંહ જાડેજા ટીમ પાસે કરાવવાનો નિર્ણય કરતા ઝોન ૬ વિસ્તારના ૧૫ વર્ષથી હાજર ન થતાં ગંભીર ગુન્હાઓના ૨૨ આરોપી પોલીસ પકડી લીધા છે. આ સમગ્ર કાર્યવાહીમાં કે ડિવિઝનનાં સંનિષ્ઠ એસીપી યુવરાજસિંહ ગોહિલે પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા બજવી છે.
પોલીસનો આકરો મિજાજ અને નહિ હાજર થાય તો આ મૂળ સૌરાષ્ટ્રના અધિકારીઓ આગવી ઢબે સરભરા કરાવતા અચકાશે નહીં તેવું જાણી ,૬ ગુનેગારો સીધા કોર્ટમાં હાજર થયેલ. ૩૨ લોકોમાં સફળતા મળી છે.
પોલીસની આ ઝુંબેશમાં પીઆઇ ડી. પી.ઉનડકટ, ઇસનપુર પીઆઇ બી.એસ જાડેજા, વટવા પીઆઇ કુલદીપ ગઢવી, વટવા પીઆઇ એન. ડી.નકુમ, નારોલ પીઆઇ આર.એમ.ઝાલા, દાણી લીમડા પીઆઇ જી.જી.રાવત, કાગડાપીઠ પીઆઇ એસ.એ.પટેલ તથા સમગ્ર ટીમની કાબિલેદાદ કામગીરીથી સફળતા મળી હોવાનું ઉચ્ચ અધિકારીઓ જણાવે છે.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
