તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
ગુજરાતમાં હવે બુલડોઝર ટુરિઝમ ! વડોદરામાં વિદેશી મહેમાનોની પૂરના પાણીમાં અનોખી સવારી

વિદેશી પ્રવાસીઓને પુરના પાણીમાંથી બચાવી સલામત સ્થળે ખસેડાઇ રહ્યા હોય તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.. આ વીડિયો ગુજરાતના વડોદરાના શહેરનો છે.. જેમાં વિદેશી પ્રવાસીઓને પુરના પાણીથી બચાવી જેસીબી મશીનમાં ઉભા રાખવામાં આવ્યા છે.. અને તેમને સલામત સ્થળે લઇ જવામાં આવી રહ્યા છે.. વીડિયોમાં વિદેશી પ્રવાસીઓના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી જોઇ શકાય છે..મહત્વપૂર્ણ છે કે વડોદરામાં પુરને કારણે સ્થિતિ ખુબજ ગંભીર થઇ હતી.. શહેરમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યુ હતું.. વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ફરી વળતા અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા.. શહેરના મંગલપાંડે રોડ, સમા ગામ, વેમાલી અને સયાજીગંજ સહિતના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વિશ્વામિત્રી બેફામ થતા વડોદરા શહેર થંભી ગયું હતું
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
