<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

મહેસાણામાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળાએ માથું ઉચક્યું:શંકાસ્પદ ડેન્ગ્યુના 41 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

શહેરી તેમજ ઓઝી વિસ્તારમાં શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગની 18 ટીમોએ સર્વેલન્સ સહિતની કામગીરી હાથ ધરી

મહેસાણામાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે. જેમાં ઓગસ્ટ મહિનામાં 41 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.  શહેરી તેમજ ઓઝી વિસ્તારમાં શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગની 18 ટીમોએ સર્વેલન્સ સહિતની કામગીરી હાથ ધરી હતી.

મહેસાણામાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ ઠેર ઠેર પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. જોકે ગત વર્ષના ઓગસ્ટ માસ કરતા આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થયો છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તો સામે 41 શંકાસ્પદ ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળ્યા છે. શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્યની ટીમોએ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં સર્વેલન્સ સહિત દવા છંટકાવની કામગીરી હાથ ધરી હતી.  

મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવેલી તમામ કન્સ્ટ્રકશન સાઈટ, પાઇવેટ કંપનીઓ, ટાયર પંચર, દુકાન, ગેરેજ, ભંગારના વાડા, હવાડા, સ્કૂલ, બેંકો અને તમામ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓની મુલાકાત કરવામાં આવી હતી. તમામ શાળામાં મુલાકાત દરમિયાન બાળકોને મેલેરિયા અને ડેન્ગ્યુ રોગ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. મચ્છર ઉત્પતિ સ્થાન જોવા મળે ત્યા નોટિસ આપવામાં આવી હતી. તે ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 18 ટીમો દ્વારા જે જગ્યાએ વરસાદી પાણીથી ભરાયેલ ખાડા-ખાબોચિયા જોવા મળેલ હતા. ત્યાં ઓઈલ છંટકાવ અને ડાયફ્લૂબેનજુરોન દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

(12:56 PM IST)