તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
આકાશી અફાટ વિરમગામ સહિતના વિસ્તારોમાં ખેતીમાં ભારે તારાજી
કપાસ, સોયાબીન, એરંડા, કઠોળ સહિતના ચોમાસું પાક પર પાણી ફરી વળ્યું

અમદાવાદ : ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પૂરના પાણીએ વિરમગામ પંથકના ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે. આકાશી આફતે વિરમગામ સહિતના વિસ્તારોમાં ખેતીમાં ભારે તારાજી સર્જી છે. માંડલ અને વિરમગામના ખેતરો આજે સ્વિમિંગ પુલ બની ચૂક્યા છે. જે ખેતરોમાં પાક લહેરાઇ રહ્યો હતો, તે પાક આજે પાણીમાં તરી રહ્યો છે.
કપાસ, સોયાબીન, એરંડા, કઠોળ સહિતના ચોમાસું પાક પર પાણી ફરી વળ્યું છે. એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં હોય કે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને હવે નવેસરથી જ બિયારણ ખરીદીને પાક વાવવાનો વારો આવશે. પરંતુ જ્યાં સુધી ખેતરોના પાણી નહીં સુકાય ત્યાં સુધી ખેડૂતો કશું જ નહીં કરી શકે. ત્યારે હવે જગતનો તાત સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી રહ્યો છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
