<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

સરખેજ આશ્રમ વિવાદઃ હરિહરાનંદ ભારતીબાપુ દ્વારા કબજો લેવાયો

અમદાવાદ તા.૩૧: સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ ફરી એકવાર સામે આવ્‍યો છે. આશ્રમને લઈને હવે આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી દ્વારા સરખેજ આશ્રમનો કબજો કરવામાં આવ્‍યો છે. આ આશ્રમ પર ભારતી બાપુના શિષ્‍ય ઋષિ ભારતીને સંચાલન કાર્ય સોંપવામાં આવ્‍યું હતું. પરંતુ ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ સરખેજ આશ્રમ વિવાદમાં હતો. જેના પર હવે ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતીએ કબજો મેળવ્‍યો છે.

જૂનાગઢથી મહંત હરિહરાનંદ ભારતી બાપુ આશ્રમનું સંચાલન કરવા માટે સરખેજ પહોંચ્‍યા હતા. હરિહરાનંદ બાપુ તેમના સમર્થકો અને બાઉન્‍સરો સાથે આશ્રમમાં પહોંચ્‍યા હતા અને ગાદી સંભાળી હતી. સરખેજ ખાતે આ આશ્રમનું સંચાલન તેમના શિષ્‍ય ઋષિ ભારતી બાપુ કરી રહ્યા હતા. જોકે તેમના સંચાલનથી આશ્રમના ટ્રસ્‍ટી ગણને અસંતોષ હોવાનું તેમણે કહ્યું હતું. જેથી હવેથી આ આશ્રમનું સંચાલન પોતાના હસ્‍તક લીધું હતું. તેમણે  કહ્યું હતું કે, આશ્રમનું વીલ પણ પોતાના નામે છે અને હવેથી સંચાલન પણ તેઓ કરશે.

જોકે જ્‍યારે તેઓ આશ્રમ પહોંચ્‍યા ત્‍યારે ઋષિ ભારતી બાપુ આશ્રમ ખાતે નહિં હોવાનું પણ જાણવા મળ્‍યું હતું. પરંતુ કોઈ પણ ઙ્કકારનો અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રોટેક્‍શન માંગતા મોટી સંખ્‍યામાં પોલીસ કાફલો આશ્રમ પર તૈનાત કરવામાં આવ્‍યો હતો. (સાભારઃ ન્‍યુઝ-૧૮ ગુજરાતી)

(2:55 PM IST)