તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
વાવાઝોડુ નલિયાથી ૩૬૦ કિ. મી. આગળ વધ્યુઃ જો કે તેની ગુજરાત ઉપર નહિવત અસરઃ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસશે
બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનશે, જેની અસરથી ગુજરાતમાં વરસાદની શકયતા

અમદાવાદઃ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, ચક્રવાત નલિયાથી ૩૬૦ કિલોમીટર આગળ વધ્યું છે. ગુજરાત ઉપર તેની કોઈ અસર નહી થાય. રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટયું છે. આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરુ થશે. ૧ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ વરસશે.
આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની શકયતા છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ. જ નોંધાયો છે.
આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. જ્યારે, રાજ્યના કુલ ૬૮ તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬થી ૧૦ કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
