તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
તિલકવાડાના ચોરમોહડી ગામમાં દીકરીને ભગાડી જવાના કેસમાં પોલીસે એક યુવાનને ઢોર માર મારતા મામલો કોર્ટમાં પહોંચ્યો
ભગાડી જનાર યુવાન સાથે પોલીસ મથકે ગયેલ મનોજ નામના યુવાનને પોલીસ સ્ટેશનના ધાબા પર લઈ જઈ ત્રણ પોલીસ કર્મીઓ એ માર માર્યો હતો:આ કેસ કોર્ટમાં દાખલ થતાં કોર્ટે ત્રણ પોલીસ કર્મીઓ વિરુધ્ધની ફરીયાદ સ્પેશ્યલ એટ્રો. કેસ તરીકે રજીસ્ટરે લેવા હુકમ કર્યો છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચોરમોહડી ગામનો દિલીપ નામનો યુવાન તા.8/03/ 2023 ના રોજ ક્યાંક જતો રહ્યો હતો. તે દરમિયાન ગામના જ દિનેશ છગન ભાઈએ દિલીપ એમની દીકરીને ભગાડી ગયો હોવાની તિલકવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ.મુદ્દે પોલીસે બોલાવતાં તા.13/03/2023 ના રોજ દિલીપ તેના પરિવારના મહેશ રશિક ભીલ, મનોજ, સુમિત્રાબેન, ઊર્મિલાબેન, ભીખાભાઈ અને સંતોકબેનને લઈ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગયા હતા. અને ત્યાં મનોજને પોલીસ સ્ટેશનના ધાબા પર 3 પોલીસકર્મી દ્વારા માર મરાયો હતો. ત્યાંથી ઘરે ગયા બાદ મનોજે જણાવ્યું હતું કે, પોલીસે મને બહું માર્યો છે અને જો મારવાની વાત કોઈને કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આવતીકાલે પણ મને ફરી બોલાવ્યો છે ત્યારે પણ મને મારશે એટલે મારે ઝેરી દવા પી ને મરી જવું છે.
જો કે માર ના કારણે મનોજને 108માં ગરુડેશ્વર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો, આ ઘટના બાબતે મનોજના પરિવારે ભાવેશ લંબુ કાઠિયાવાડી, નરેન્દ્ર જમાદાર, મયૂરભાઈ અને તિલકવાડા પીએસઆઈ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવા કોર્ટમાં વકિલ શ્રેયસકુમાર ડી. પરમાર મારફતે ફરિયાદ કરી હતી જેમાં નામદાર કોર્ટે દ્વારા ફરિયાદી તથા સાહેદોની જુબાની તથા મેડિકલ સરટિફિકેટ તથા વકિલ શ્રેયસકુમાર ડી.પરમાર દ્વારા રજૂ કરેલ લેખિત તથા મૌખિક દલીલોના આધારે ભાવેશ લંબુ કાઠિયાવાડી, નરેન્દ્ર જમાદાર, મયૂરભાઈ વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૪૨, ૧૧૪ તથા એટ્રોસિટી એકટની કલમ-૩(૧)(આર), (એસ), ૩(૭) મુજબના ગુનાની ઇન્સાફી કાર્યવાહી સ્પેશ્યલ કોર્ટમાં ચલાવવા માટે બી.એન.એસ.એસ.ની કલમ-૨૨૭ (સી.આર.પી.સી.ક-૨૦૪) મુજબ સમન્સ ઈસ્યુ કરવા અને આરોપી પોલીસ કર્મીઓ માં ભાવેશ લંબુ કાઠિયાવાડી, નરેન્દ્ર જમાદાર, મયૂરભાઈ વિરુધ્ધની ફરીયાદ સ્પેશ્યલ એટ્રો. કેસ તરીકે રજીસ્ટરે લેવા હુકમ કરેલ છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
