તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
નર્મદા જિલ્લાના 75 શ્રેષ્ઠીઓને નર્મદા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા, દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, પોલીસ અધીક્ષક પ્રશાંત સૂંબે, પૂર્વ ધારાસભ્ય પી. ડી વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં સારી કામગીરી કરનાર શ્રેષ્ઠ મહાનુભાવો નું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેમનું સન્માન થયું તેવા મહાનુભાવો વધુ જુસ્સાથી કામગીરી કરે અને બીજાને તેમનાથી પ્રેરણા મળે એ માટે નર્મદા જિલ્લામાં છેલ્લા 9 વર્ષથી " નર્મદા રત્ન " એવોર્ડનું આયોજન નર્મદા પોલીસ સુરક્ષા સેતુ અને NMD ન્યુઝ નેટવર્ક દ્વારા કરવામાં આવે છે.જેમાં સ્વ.અલ્કેશસિહ ગોહિલ સેવા ચેરીટેબલટ્રસ્ટ અને લક્ષ્યમ હોન્ડા નાં સહયોગ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે નર્મદા રત્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા, દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, પોલીસ અધીક્ષક પ્રશાંત સૂંબે, પૂર્વ ધારાસભ્ય પી. ડી વસાવા, નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, જયુપીટર હોસ્પિટલ નાં ગાયનેક ડો.તુષાર સુવાગીયા, જયદેવપ્રસદ શાસ્ત્રી, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં દર્શકોની હાજરી વચ્ચે શિક્ષણ, આરોગ્ય સેવા, જાગૃતિ, ખેતી, વકીલાત, મેડિકલ, વન સંરક્ષક, રાજકીય સહિત વિવિધ ક્ષેત્રોમાં જિલ્લાના વિકાસ માટે કરેલા કામો અને તંત્રનાં અધિકારીઓ, કર્મચારીઓ મળી કુલ 75 જેટલા શ્રેષ્ઠ લોકોના સન્માન કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા મોટી ટ્રોફી, શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજપીપળા નાં પંડ્યા પાર્ટી એન્ડ ગ્રુપે ફિલ્મી સોંગ, ભજન અને દેશ ભક્તિના ગીતો ગાઈને સુંદર રમઝટ જમાવી હતી. આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનોએ આં તમામ સન્માનિત શ્રેષ્ઠ મહાનુભાવો ને શુભેચ્છાઓ પાઠવી હતી
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
