તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
સાગબારાનું ગૌરવ : વડોદરા જિલ્લાના સાવલી ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી... પારુલ વસાવા જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે પસંદગી પામી
5મી સપ્ટેમ્બરે શિક્ષક દિને એવોર્ડ આપી પારુલ વસાવાને સન્માનિત કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની વતની અને વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા (વિ. જા.) કન્યા ખાતે ફરજ બજાવતી શિક્ષિકા વડોદરા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે પસંદગી પામતા સાગબારા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આગામી 5મી સપ્ટેમ્બર ના રોજ પ્રમાણપત્ર સાથે એવોર્ડ આપી તેમને સન્માનિત કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ સાગબારા ખાતે રહેતા અને જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં ફરજ બજાવી નિવૃત થયેલા દલસુખભાઈ ડી વસાવાની ચોથા નંબરની પુત્રી પારુલ દલસુખભાઈ વસાવા વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા (વિ. જા.) કન્યા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે., બાળકોને સારા સંસ્કાર સાથે ઉત્તમ શિક્ષણ પૂરું પાડનારા શિક્ષકોને રાજ્ય સરકારની જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક યોજના અંતર્ગત સન્માનિત કરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 4 મળી કુલ 8 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.જેમાં મૂળ સાગબારાની અને સાવલી ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પારુલ દલસુખભાઈ વસાવાની જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. આ બાબત સાગબારા તાલુકા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ગૌરવ સમાન છે
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
