<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા નર્મદા જિલ્લાના માર્ગોની તાત્કાલિક મરામતની કામગીરી શરૂ કરાઇ

વાહન ચાલકોની સમસ્યા હળવી કરવા રોડનું પેચવર્ક કરવા ટીમ ખડેપગે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પછી ઉદભવેલી પરિસ્થિતિનું આકલન કરીને કલેક્ટર એસ. કે. મોદીના નેતૃત્વમાં વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ-કર્મીઓએ જિલ્લામાં જ રહીને પ્રજાજનો પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠા દાખવી રહ્યાં છે. જો કે નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી. હવે પાણી ઓસરી ગયા છે. ઉઘાડ કાઢતા હવે વરસાદે વિરામ બાદ માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ટીમ નર્મદા પ્રજાજનોને વાહન ચલાવવામાં  કોઈ પણ તકલીફ ન પડે તે માટે શ્રમિકો ખડેપગે પેચવર્ક કરી ફરજ નિભાવી રહ્યા છે.
   નર્મદા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા પણ વાહનચાલકોને અવરજવર માટે કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેવા આશય સાથે નાંદોદ તાલુકામાં રાજપીપલા-અંકલેશ્વરને જોડાતો માર્ગ, આમલેથા, મોટા રાયપુરા, ખામર-વિરપુર અને રસેલા-પોઈચા રોડ, દેડિયાપાડા તાલુકામાં ખુપર-બરસાન રોડ, સાગબારા તાલુકાના બોરદા-સેરુલા રોડ પર મેટલ પેચવર્ક કરીને ક્ષતિગ્રસ્ત માર્ગોને રિપેર કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે, આ સિવાય પણ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના મરામતનું કામ પ્રગતિ હેઠળ છે

(11:00 PM IST)