તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
પ્રતાપપરા ગામના પર્યાવણ પ્રેમી રાજેશ વસાવાએ ગણેશ ભક્તોને પર્યાવરણ બચાવવા સંદેશ આપ્યો
ગણેશજી ની પ્રતિમા પીઓપીને બદલે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરવા અપીલ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામના પર્યાવણ પ્રેમી રાજેશ વસાવા પ્રતાપપરા ગામમાં હરિ અનમોલ ગૌશાળામાં દેશી ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવે છે. મહિલાઓ દ્વારા બનાવેલી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની 7000થી વધુ મૂર્તિ બનાવી પર્યાવરણની જાગૃતિ માટેનો સંદેશ પણ આપે છે, અને મહિલાઓને આ થકી તાલીમ અને રોજગારી પુરી પાડે છે.
આટલી જાગૃતિ હોવા છતાં આજે પણ બજારમાં પીઓપીની મૂર્તિઓનું ચલણ જોવા મળે છે. જે પાણીમાં ઓગળતી ન હોવા ઉપરાંત તેના રંગો કેમિકલ વાળા હોવાથી નદીમાં વિસર્જન વખતે પીઓપી અને કેમિકલથી નદી પ્રદૂષિત થતી હોવા ઉપરાંત જળચર સજીવો માટે પ્રાણ ઘાતક હોય છે. સરકારને તંત્ર દ્વારા ગણેશ મૂર્તિ પીઓપીને બદલે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરવા અપીલ કરી છે. જોકે ભક્તો અને આયોજકો આ પર્યાવરણ બચવાની અપીલને ધ્યાનમાં રાખી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે તો પર્યાવરણ બચી શકે. કારણકે માટીની મૂર્તિ પાણીમાં ઓગળી જાય છે અને પાણી પ્રદુષિત થતું નથી.
રાજેશભાઇ વસાવાનું જણાવ્યું કે, આ મૂર્તિનું ઘરમાં જ ડોલના પાણીમાં વિસર્જન કરી શકાય છે અને ઓગળી ગયેલા પાણી છાણીયું ખાતર બની જાય છે. આ ખાતર વાળું પાણી ખેતરમાં કે કુંડાના છોડમાં રેડી દેવાથી ઓર્ગેનિક ખાતર મળી જાય છે. આમ નદીને પ્રદૂષિત થતી અટકાવી શકાય છે. હાલ તેઓ આવી મૂર્તિઓનું ઓર્ડર મુજબ વેચાણ પણ કરી રહ્યા છે. ઘરે ગણેશ સ્થાપના કરતા ભક્તોએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરી પ્રર્યવારણને બચાવવા મદદરૂપ થવું જોઈએ.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
