તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
રાજપીપળાની જેટકો કંપની હસ્તકની એજન્સીના 66 કર્મચારીઓને ચાર માસથી પગાર મળ્યો નથી
પગાર મામલે આર્થિક સંકડામણ વેઠતા કર્મચારીઓએ કામનો બહિષ્કાર કરતા કામગીરી અટવાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળામાં આવેલી જેટકો કંપનીમાં આઉટસોર્સીસથી કામ કરતા 66 જેટલા કર્મચારીઓને છેલ્લા ચાર મહીનાથી પગાર નહિ મળતા આર્થિક મુશ્કેલી સહન કરતા કર્મચારીઓએ આખરે કામનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળે છે
પ્રાપ્ત માહિતી મુજબ સરકારના ઉર્જા વિભાગ ની જેટકો કંપની જે વિવિધ સબસ્ટેશનોની જાળવણી નું કામ કરે છે તેની હસ્તકની JBS ઓઉટસોર્સીસ કંપનીના 66 જેટલા હેલ્પર , સુપરવાઈઝર સહિતની ફરજ બજાવતા કર્મચારીઓ ને છેલ્લા ચાર મહિનાથી પગાર નથી મળ્યો જેથી કર્મચારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને તેમની તહેવારોની ઉજવણી બગાડી છે ત્યારે જાણવા મળ્યા મુજબ કર્મચારીઓ એ હાલ રોજબરોજની કામગીરીનો બહિષ્કાર કર્યો છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા જેટકો ના અધિક્ષક ઇજનેરે તેમના તાબા હેઠળ ના અછાલીયા વગેરે કચેરીના કાર્યપાલક ઇજનેરોને સૂચના આપી છે ત્યારે કર્મચારીઓનો પગાર નહિ થવા પાછળ જવાબદાર કોણ ? સરકારી ગ્રાન્ટનો પ્રશ્ન છે ? કે જેબીએસ કંપનીની લાપરવાહી ? લોકલાગણી છે કે સરકાર સત્વરે કર્મચારીઓને પગાર મળે તેવી વ્યવસ્થા કરે
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
