<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

નર્મદામાં ૯ મહિનાના બાળક વિના માતાને ઘરમાંથી કાઢી મૂકતાં અભયમ નર્મદા ટીમે સમાધાન કરાવ્યું

( ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાંથી એક મહિલાએ  કોલ કરી જણાવેલ કે તેમના પતિ મારઝૂડ કરીને ત્રણ દિવસથી ઘરમાંથી કાઢી મૂક્યા છે અને નવ મહિનાનું બાળક છે જેને લઇ લીધું છે અને આપતા નથી હું રોજ લેવા જાઉં છું તો મારવા માટે આવે છે અને ઘરમાં જવા નથી દેતા માટે અભયમ ટીમનો સંપર્ક કરતા તે સ્થળ પર પહોંચી બાળક અપાવેલ અને બન્ને પક્ષો ને સમજાવી સમાધાન કરાવ્યું હતું
   મળતી માહિતી અનુસાર મહિલાના જણાવ્યા મુજબ તેમના પતિ અને બાળક સાથે રહે છે. અને જીવન ગુજરાન ચલાવે છે. ઘણા સમયથી મારા પતિના પડોશની પરિણીત મહિલા સાથે આડા સંબંધ હોવાથી મારઝૂડ કરતા અને માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે તેઓ મારા સાથે સારું વર્તન રાખતા ન હતા. વારંવાર મને ધમકીઓ આપતા. આ પેહલા પણ જ્યારે મને જાણ થઈ તો તેમને સમજાવ્યા હતા. ત્યારબાદ તેમણે ભૂલો સ્વીકારી ફરી વાર આવી ભૂલ ના થાય તે માટે માફી પણ માગી હતી, ત્યારબાદ અમે સારી રીતે જ રહેતા હતા. પરંતુ જ્યારે મારા પતિ ઘરે હતા નહિ ત્યારે સામાવાળા મહિલા વારંવાર કોલ કરતા અને મેસેજ કરતા હતા. જે હું જોઈ જતા મારા પતિ અને સામાવાળા મહિલા સાથે બોલાચાલી થયેલ. તો મારા પતિ એ મને માર મારી ઘર માંથી કાઢી મુકેલ અને મારે નવ માસનું બાળક છે તે પણ લઈ લીધું હતું. ત્યારબાદ મારા પિયર માંથી મને લેવા આવેલ અને હું પિયર ગયેલ,  હું બીજા દિવસે પાછી સાસરીમાં આવી તો મારા પતિ એ મને માર માર્યો અને ઘરમાં જવા ન દેતા હતા. આમ બે દિવસ હું બાળક લેવા માટે ગઇ હતી ત્યારે મારે તને નથી રાખવી કહીને કાઢી મુકેલ. બાળક સ્તનપાન કરે છે, ત્રણ દિવસ થી બાળક બીમાર છે, મારા બાળક ની સંભાળ પણ નહિ રાખે માટે મે અભયમ નો સંપર્ક કર્યો ત્યારબાદ સામાપક્ષનું કાઉંન્સેલંગ કર્યું તેઓ જણાવતા કે સામાવાળા મહિલા મને સામેથી કોલ કરે છે એમના ઘરે બોલાવે છે. અને ધમકીઓ આપતા મારી ભૂલ બદલ હું માફી માંગુ છું તેમ જણાવતા અને મારી પત્ની ને સારી રીતે રાખીશ અને મહિલા ને બાળક અપાવેલ અને બન્ને પક્ષો ને સારી રીતે રહેવા માટે જણાવેલ આમ આ બાહેધરી આપતા લખાણ લઈ સમાધાન કરાવ્યું હતું.

(11:09 PM IST)